શ્રી ખારવા સમાજ ના મહોત્સવો ..

નવા નારોજ માંડવી-કચ્છ.

ખારવા સમાજનું પાવન પર્વ એટલે નવા નારોજ દરિયાઈ નવું વર્ષ દરિયાને વલોવી આવી અને સફર ની તૈયારી કરે એટલે નવા નારોજની આ મહાઉત્સવ ને શ્રધા શક્તિ ઉલ્લાસ થી ઉજવણી કરે. દોસ્તો સાથે મળી ને કંઈક નવું અનેરું આયોજન કરે હિંમત, જાંબાઝ, સાહસિક, નીડર, આવડત નુંબીજું નામ એટલે ખારવો, ધજા પતાકા ઘંટ શંખનાદ અને દેશી ઢોલ ને તાલે નાચી ઉઠે, નાચવા ગાવા ઉત્સવ ઉજવવાનો ઉત્સાહી એટલે ખારવો.

જય દરિયાલાલ.
દેશી ઢોલ
ગાફૉલ,રમતગમતર સ્સા ખેંચ
ગાફૉલ,રમતગમતર સ્સા ખેંચ

---

શ્રી ખારવા સમાજ : મોટી રવાડી મહોત્સવ. (રથયાત્રા)

મોટી રવાડી (રથયાત્રા) નું આયોજન માંડવી ખારવા સમાજ દ્વારા કરવામાં આવે છે. આ રવાડીમાં માંડવીના દરેક સમાજના લોકો જોડાતા હોય છે. મોટી રવાડીનો માહોલ એક મોટા ઉત્સવ સમાન બની રહે છે. માંડવીથી દૂર વિદેશમાં વસતા લોકો પણ આ ઉત્સવમાં ભાગ લેવા માટે માંડવી આવી જતા હોય છે. મોટી રવાડી નો મેળો માંડવીના તોપણસર તળાવ નજીક ભરાય છે, જે એક કાર્નિવલ સમાન હોય છે. રવાડી રથયાત્રા નું પ્રારંભ સાંજે ભગવાન શ્રી મુરલી મનોહરના મંદિરથી થાય છે. સાગવાનના કાષ્ટ્માંથી તૈયાર થયેલી રવાડીનો મનમોહક સવરૂપ સોંને ગમી જાય તેવું હોય છે.

આ રથમાં સંગેમરમરની લઘુ શ્યામ મૂર્તિ બિરાજમાન કરાય છે. અને બાલકૃષ્ણની પંચ ધાતુની પ્રતિમા પાલખીમાં બિરાજમાન કરાય છે.મોટી રવાડીનું પ્રારંભ શ્રી મુરલી મનોહર મંદિરથી, ઓખાઇ બજાર જૂની કોર્ટ,સ્વામીજીની શાળા, રંગચુલી, આશાપુરા મંદિર, લોહાણા મહાજન વાડીથી થઇને તળાવવાળા નાકાની અંદર સવારના લગભગ સવારે ચારથી પાંચ વાગે પહોંચે છે. ત્યાં પૂજન અર્ચન કાર્ય બાદ રવાડી પરત તેજ માર્ગે ધામધૂમથી પાછી શ્રી મુરલીમનોહર મંદિરે પહોંચે છે. મોટી રવાડીમાં ભજનની ફલી,સ્વાલી ઢોલની ફલી, ફિલ્મી ગીતો પાર ડાન્સ ની ફલીઓ, ડી.જે ઓરકેસ્ટ્રા જેવી અનેક જાખીઓ હોય છે. આમાં મુખ્યતેવે "સ્વાલી ઢોલ " બહારગામથી આવતા લોકોને આકર્ષિત કરે છે. મોટી રવાડી (રથયાત્રા) ની પ્રથા આજથી લગભગ (૨૯୦) વર્ષ કે તેથી વધુ જૂની હોવાનું મનાય છે. ખારવા સમાજ માટે આસ્થા અને આનંદનો આ એક મહા ઉત્સવ છે.

ખમીરવંતા ખારવા સમાજની મોટી રવાડી

મોટી રવાડી મહોત્સવ.

---

શ્રી આશાપુરા માતા નો મેળો.

આશાર માતાજી નો ભવ્ય મેળો દર વર્ષે કરવામા આવે છે. અને સહુ ભક્તજનો ને પધારવવા આમંત્રણ પણ આપવામાં આવે છે..આશાપુરા મિત્ર મંડળ દ્વારા/ સંચાલિત આ મેળો ૩૧ વર્ષ થી સરસ રીતે આયોજન કરાય છે. ખારવા સમાજ ના પ્રત્યેક ઘર નો સહકાર આ મેળા મા હોય છે તદઉપરાંત હંમેશા હિન્દુ સમાજ ઉમગસહ સાથે જોડાય છે. ​

---

શ્રી રામદેવજી મહારાજ (રથયાત્રા)

---

જન્માષ્ટમી (ગોકુળ આઠમ)

જન્માષ્ટમી કૃષ્ણ ના જન્મ દિવસ નિમિત્તે, શ્રાવણ વદ આઠમ તિથિ (કૃષ્ણ પક્ષ‌‌) ના દિવસે ભારતભરમાં ખૂબ જ ઉત્સાહથી ઉજવાતો તહેવાર છે. તેને કૃષ્ણજન્મોત્સવ તરીકે પણ ઓળખાય છે. અને ખારવા સમાજ પણ ખુબજ હર્ષોઉલ્લાસ થી ઉજવે છે.

હું શ્રીકૃષ્ણ, બલભદ્ર, દેવકી, વસુદેવ, યશોદા અને ગૌમાતાનું આહવાન અને પૂજન કરું છું. આપ સૌને નમસ્કાર છે.

શ્રી મોરલીમનોહર મંદિર માંડવી
મટકીફોડ
મટકીફોડ
મટકીફોડ