Social Events

- આગામી તહેવારો -

તારીખ : ૨૬/୦૮/૨୦૨૪, સોમવાર : જન્માષ્ટમી

મટકીફોડ મોરલીમનોહર મંદિર.

તારીખ : ૨૭/୦૮/૨୦૨૪, મંગળવાર : નાની રવાડી

તારીખ : ૨૮/୦૮/૨୦૨૪, બુધવાર : ખારવાની મોટી રવાડી ​, શ્રી મોરલી મનોહર રથયાત્રા.

- સ્નેહભર્યું આમંત્રણ - ૧૫ ઓગસ્ટ, ૨୦૨૨

આઝાદી કા અમૃત મહોત્સવ

સહર્ષ જણાવવાનું કે સ્વતંત્ર ભારત ના '૭૫' માં આઝાદી અમૃત મહોત્સવ ૧૫'મી ઓગસ્ટ નિમિતે શ્રી દરિયાલાલ મંદિરે શ્રી માંડવી ખારવા સમાજ ના લોકલાડીલા પ્રમુખ શ્રી અશોકભાઈ ફોફીંડી ના વરદ હસ્તે ધ્વજવંદન કાર્યક્રમ નું આયોજન યોજેલ છે. તો ધવજવંદન કાય્રક્રમ માં સહભાગી થઇ કાર્યક્રમ ની શોભા વધારવા ખારવા સમાજ ના ભાઈ-બહેનો, યુવાનો, વડીલો તેમજ સમાજ ના વિવિધ ગ્રુપ મંડળ ને અમારું ભાવ ભર્યું આમંત્રણ છે. અમારું આમંત્રણ સ્વીકારી રાષ્ટ્ર નાં આઝાદી અમૃત મહોત્સવ માં સમયસર પધારવા નમ્ર વિનંતી છે.

- કાર્યક્રમ -

- કુમારિકા પૂજન
- ધ્વજવંદન
- વૃક્ષારોપણ

તારીખઃ ૧૫/୦૮/૨୦૨૨

સોમવાર.
સમય : સવારે ૧૧ . 00 કલાકે
સ્થળ : શ્રી દરિયાલાલ મંદિર માંડવી

-નિમંત્રક-

સાગરપુત્ર મહિલા ગ્રુપ.

સાગરપુત્ર સ્પોર્ટ્સ ક્લબ.

विद्या वितर्को विज्ञानं स्मृतिः तत्परता क्रिया । यस्यैते षड्गुणास्तस्य नासाध्यमतिवर्तते.

શ્રી ખારવા વિદ્યોતેજક મંડળ.

ॐ ऐं महासरस्वत्यै नमः

“શ્રી ખારવા વિદ્યોતેજક મંડળ, માંડવી – કચ્છ તેમની ૪୦ વર્ષની ઝળહળતી પ્રવૃત્તિ અને કારકિર્દી સફળતાપૂર્વક પાર પાડી ૪૧ વર્ષ માં ઉમંગભેર પ્રવેશ કરેલ છે. આ મંડળ દ્વારા છેલ્લા ૪૧ વર્ષથી માંડવી-સલાયા માં અભ્યાસ કરતા આપણા સમાજના ભાઈ બહેનો ને બાલમંદિર કોલેજ સુધીના (ગુજરાતી તેમજ અંગ્રેજી માઘ્યમનાં) પુસ્તકો ની:શુલ્ક આપવામાં આવે છે. 

કાર્યકરો

પ્રસ્તાવના

માનનીય મુરબ્બી શ્રી કનકશેઠની પ્રેરણા અને સહકારથી..
મંડળ ની શુભ શરૂવાત થયેલ. તેઓશ્રી તરફથી મંડળ ને વખતો વખત મોટા દાન પણ મળેલ છે, તેમજ મંડળની પ્રવૃત્તિ અંગે અમારા મસ્કતનાં સનિષ્ઠ કાર્યકરશ્રી કાંતિભાઈ ચાવડા તરફથી તેઓશ્રીને માહિતી આપવામાં આવે છે. અને શ્રી કનકશેઠ તરફથી મંડળને યોગ્ય માર્ગદર્શન મળતું રહે છે. તે બદલ અમો માનનીય મુરબ્બી શ્રી કનકશેઠના ખૂબ ઋણી છીએ.
મસ્કતનાં અમારા સનિષ્ઠ કાર્યકર શ્રી કાંતિભાઈ ચાવડા,
કે જેઓ દ્વારા મંડળ ની શુભ શરુવાત શ્રી હંસરાજ આણંદ કષ્ટા સાથે રહીને કરેલ જેના કારણે સમાજમાં શિક્ષણનો વ્યાપ સતત વધતો રહેલ છે. સમાજનાં બાળકો શૈક્ષણિક ઉચ્ચ કારકિર્દીથી શુશોભિત થાય તે માટે સતત પ્રયત્નશીલ રહી મંડળ માટે સતત દાનનો પ્રવાહ ચાલુ રાખવા સતત પ્રયત્નશીલ રહેલ છે. હાલે જે કાંઈ ફંડ ઉભું થયેલ છે, તે માટે તેમનું યોગદાન ખુબજ નોંધપાત્ર છે.આ ઉપરાંત મંડળના કાર્યકર્તાને મસ્કત જવા માટે જે પણ વિઝા ખર્ચ સંપૂર્ણપણે શ્રી કાંતિભાઈ એ આપેલ હતો.

સભ્યો

-ભુપેન્દ્ર રવીલાલ જેઠવા,
-રાજેશ ભાણજીભાઇ પીઠડીયા,
-દિપક રવીલાલભાઈ રાઠોડ,
-દિલીપ પરમેશ્વર ચુડાસમા,
-સચિન ગોવીંદભાઇ કષ્ટા,
-સુરેન્દ્ર્ર પીતાંબર જેઠવા,
-જેતેન્દ્ર ચાંપસી ઝાલા,
-નિરવ કાન્તિભાઈ ચાવડા,
-ધવલ હંસરાજ ભાઈ જેઠવા,
-બાદલ પીતાંબર ચાવડા,
-અશોક શંભુ ભાઈ ફોફીંડી,
-મહેશ હીરાલાલ ધાયાની,
-છોટાલાલ કાનજીભાઈ મોતીવરસ,
-જગદીશ ભુદા ઝાલા,
-જયેશ શામજીભાઈ ભદ્રેશા.

નવરાત્રી મહોત્સવ. . .

"શ્રી ખારવા એકતા મંચ", દ્વારા ભવ્ય નવરાત્રી મહોત્સવ. . . ભાઈ બહેનો માટે , રાસ-ગરબા તેમજ કોમ્પિટિશન રાઉન્ડ, તલવારબાજી, ડ્રેસ કોમ્પિટિશન વેગેરે નું દર વર્ષે આયોજન કરવામાં આવે છે. અને સર્વે ખારવા સમાજને ભાવ ભર્યું આમંત્રણ આપવામાં આવે છે.

"શ્રી દરિયાછોરુ યુવા સૅવા સંઘ"

" શ્રી દરિયાછોરુ યુવા સૅવા સંઘ " ખુબજ સારા સાંકૃતિક કાર્યક્રમો ખેલ મહોત્સવો આયોજન કરે છે.

અખીલ કચ્છ ખારવા સમાજ ના યુવાનો માટે ખેલ મહોત્સવ.

સાંકૃતિક કાર્યક્રમો.

ખેલ મહોત્સવો

ધાર્મિક કાર્યક્રમો.

સામાજિક કાર્યક્રમો.

" શ્રી આશાપુરા મિત્ર મંડળ કમિટી પરિવાર "

.

શ્રી આશાપુરા માતાજી ની અસીમ કૃપાથી શ્રી આશાર માતાજીનો મેળો દર વર્ષે ચૈત્ર માસ માં ધામધૂમથી શ્રધાપૂર્વક ઉજવવામાં માં આવે છે. અને મેળા પ્રસંગે બધાને ભાવભર્યું આમંત્રણ આપવામાં આવે છે.

.

નિમંત્રક : “શ્રી આશાપુરા મિત્ર મંડળ તથા સમસ્ત ખારવા સમાજ”  માંડવી કચ્છ.

– શ્રી જીગ્નેશ લાભુભાઈ કષ્ટા.
– શ્રી ભગવાન ગોકુલ પીઢડીયા.
– શાંતિલાલ મોતીવરસ .
– વિજય શિવજી જેઠવા.
– પરેશ પીતાંબર જેઠવા.
– રમેશ હંસરાજ ફોફીંડી.
– જીગર કિશોરભાઈ ધાયાણી.
– હિતેશ ભગવાન પીઠડીયા .
–  અંકિત કિશોર કષ્ટા.

શ્રી માંડવી ખારવા સમાજ મિત્ર મંડળ ટ્રસ્ટ

માનવ સેવા એજ પ્રભુ સેવા.

શ્રી માંડવી ખારવા સમાજ મિત્ર મંડળ ટ્રસ્ટ દ્વારા આપણા સમાજના આર્થિક રીતે (નબળા, નિઃસહાય, એકલા-અટુલા નિરાધાર, વિધવા, વિધુર) જેવા જરૂરિયાતમંદ લોકોને દર મહિને રાશનકીટ આપવામાં આવે છે. તેમજ મેડિકલ સહાય, અને સિનિયર સિટીઝન મેડિકલ કાર્ડ નિસ્વાર્થ ભાવનાથી કાઢી આપવામાં આવે છે. તે સિવાય આપને પરિવારના સામાજિક પ્રસંગે જેવા કે જન્મ દિન નિમિતે, લગ્ન પ્રસંગે પરિવારમાં વડીલની તિથિ પ્રસંગે રાશનકીટ દાન પેટે રૂપિયા વસ્તુઓ કે જીવન જરૂરિયાતની વસ્તુઓ આપવાની ઇચ્છા થાય તો ટ્રસ્ટ એમાં માધ્યમ બની શકશે, આ પુણ્યના ભાગીદાર બની આપણા સમાજમાં સામાજિક સદ્ભાવના વધારશો.

શ્રી દીપકભાઈ હોદાર. શ્રી વિપુલ ભાઈ હોદાર

શ્રી ખારવા યુવા ગ્રુપ​

બ્લડ ગ્રૂપિંગ કેમ્પ​

મેડિકલ સહાય

રાહત દરે નોટબુકો

સેવા લાભાર્થે કાર્યક્રમો.

સાંકૃતિક કાર્યક્રમો.

શ્રી ખારવા યુવા ગ્રુપ દ્વારા દરિયાઈ નવા વર્ષ (નવા નારોજ) ઉત્સવ નિમિતે વિદ્યાર્થીઓનું નું ભવ્ય સન્માન કાર્યક્રમ- સંમેલન અને સાગર રત્ન એવોર્ડ બીજા સામાજિક કર્યો કાર્ય હતા બ્લડ ગ્રૂપિંગ કેમ્પ, વિધ્યાર્થીઓને રાહત દરે નોટબુકો , આશાર માતા મંદિર પર ભજન કાર્યક્રમો, મોરલીમનોહર મંદિર પર ગોકુળ આઠમ નિમિતે ભજન કાર્યક્રમ કર્યા હતા જેના દ્વારા થયેલ આવક જરુરિયાતમંદો ને મેડિકલ સહાય માં આપવામાં આવી હતી.

- આયોજન કમિટી : પરેશ ભાઈ હોદાર, લવેશ પરષોત્તમ ભાઈ ઝાલા, સુમિત કષ્ટા.

દુબઇ ખારવા ગ્રુપ.

શ્રી દુબઇ ખારવા ગ્રુપ દ્વારા દર વર્ષે દરિયાઈ નવા વર્ષ (નવા નારોજ) ઉત્સવ નિમિતે સરસ આયોજન કરવા માં આવે છે, શ્રી દરિયાલાલ ની પૂજા અર્ચના કર્યા બાદ, સ્નેહ મિલન હોય છે. અને ભોજન ની વ્યવથા રાખવામાં આવે છે. વાર તહેવારે દુબઇ ખારવા ગ્રુપ દ્વારા બીજા સામાજિક ગ્રૂપો ને સહાય પણ મળતી રહે છે.

- આયોજન કમિટી :
નીતિન મોતીવરસ, દીપેશ મીઠાવાલા, મલેશ શિયારવાલા, રમેશ ભાઈ જેઠવા, દર્શન શિયારવાલા, રાજેશ કષ્ટા, ભાર્ગવ કષ્ટા, નરેશભાઈ જેઠવા , વિનોદ ભાઈ જેઠવા, મનોજ ખારવા, ભાવેશ ઝાલા.

જે. કે. ગ્રુપ

શ્રી જ્બલેશ્વેર કોલોની ગ્રુપ દ્વારા દર વર્ષે ગણેશોત્સવ નું ભવ્ય આયોજન કરવામાં આવે છે. જેમાં સાંકૃતિક કાર્યક્રમો પણ કરવામાં આવે છે.

એસ. કે ગ્રુપ

એસ.કે ગ્રુપ દ્વારા દરવર્ષે ગણેશોત્સવ નું ભવ્ય આયોજન કરવામાં આવે છે. જેમાં સાંકૃતિક કાર્યક્રમો, રાસ ગરબા, વેશભૂષા હરીફાઈ વગેરે પણ કરવામાં આવે છે.

ખારવા મહિલા મંડળ.

ખારવા મહિલા મંડળ એ જિલ્લા અને રાષ્ટ્રીય સ્તર પર સાંસ્કૃતિક અને રંગારંગ કાર્યરક્રમો કરી શ્રી ખારવા સમાજ નું નામ રોશન કર્યું છે.

સંત શ્રી મિત્ર મંડળ

આશાપુરા માતાજી, માતાનામઢ પદયાત્રીઓ માટે નવ દિવસ (કેમ્પ) નું અયોજન કરવામાં આવે છે.

શ્રી જલ મિત્ર મંડળ

આશાપુરા માતાજી, માતાનામઢ પદયાત્રીઓ માટે નવ દિવસ (કેમ્પ) નું અયોજન કરવામાં આવે છે.

દરિયાલાલ મિત્રમંડળ

આશાપુરા માતાજી, માતાનામઢ પદયાત્રીઓ માટે નવ દિવસ (કેમ્પ) નું અયોજન કરવામાં આવે છે.

એકતા.. શોર્ય.. સંગઠન..