૧૧મી સદીમાં હિન્દુત્વના અસ્તિત્વ પર ભારે ભય તોળાઇ રહ્યો હતો. હિન્દુ પ્રજા તે વખતે હેરાન પરેશાન હતી.. છેવટના ઉપાય તરીકે સઘળી હિન્દુ પ્રજા સાગરકાંઠે ખૂબ દુઃખી હૃદયે પ્રભુના સહાય માટે પ્રાર્થના કરવા લાગી. સૌ પ્રાર્થનામાં લીન હતા ત્યારે ભગવાન વિષ્ણુએ આકાશવાણી કરી “હે ભક્તો ગભરાશો નહીં, વિચલિત થતો નહીં, હું સાગરદેવ સ્વરૂપે અવતાર ધારણ કરીશ”. આ દિવ્યવાણી સાંભળી સૌ અત્યંત હર્ષ પામ્યા.સંવત ૧૧૦૭ના ચૈત્ર સુદ બીજને શુક્રવાર ના પાવન દિવસે શ્રી દરિયાલાલ નો જન્મ થયો. અત્યંત દિવ્ય એવા આ બાળકના દર્શન કરી સૌ ભાવવિભોર બન્યા હતા અને સર્વત્ર ઉત્સાહનું વાતાવરણ થયું હતું.